Search This Blog

Sunday, November 1, 2020

Air Pollution in India/હવાનું પ્રદૂષણ:ભારત

   
      મિત્રો! હવાનું પ્રદુષણ એ આધુનિક સમય ની સૌથી મોટી વૈશ્વિક સમસ્યા બની ચૂક્યું છે.અને જોત જોતામાં તેમાં ઊત્તરોત્તર વધારો થતો જોવા મળે છે.જે એક આંખ ઉઘડનારી બાબત છે.જો હવાનું પ્રદુષણ આમજ વધતું રહેશે તો ન કેવલ માનવજાત માટે પરંતુ સમગ્ર સૃષ્ટિના જીવો માટે તે ગંભીર સાબિત થઈ શકે છે.હવાના પ્રદુષણ ને કારણે તાપમાનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે.અને તાપમાનમાં વૃદ્ધિ થતા નદીનાળા સુકાવા લાગે છે.જેથી જળસૃષ્ટિ પર પણ ઘેરી અસર પડે છે.
       હવાના પ્રદુષણ અંગે તાજેતરમાં એક ચિંતાજનક રિપોર્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યો.તે રિપોર્ટ Health effect institute, Institute for health metrics and evaluation , washington university અને British Columbia university દ્વારા STATE OF GLOBAL AIR 2020 નામના રિપોર્ટમાં જાણવા માં આવ્યું કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદુષણ ભારતમાં નોંધાયેલું છે.જે ખુબજ 
ગંભીર બાબત છે. હવાના પ્રદુષણને કારણે તમામ પ્રકારના આરોગ્યના જોખમ ભારતીયોમાં ઉભા થશે. પ્રદૂષણ ના કારણે સ્ટ્રોક, હાર્ટ ઍટેક, ડાયાબિટીસ, ફેફસાનું કેન્સર  અને અન્ય શ્વાસોશ્વાસ સંબંધી બીમારિયો નું પ્રમાણ વધી શકે છે.હવાના પ્રદૂષણ ના કારણે ભારત વર્ષ ૨૦૧૯ માં કુલ ૧૬૬૭૦૦૦ કરતા વધુ લોકો મોતને ભેટ્યા હતા.જેમાંથી તો ૧૬૦૦૦૦ કરતા વધુ બાળકો જન્મના પ્રથમ માસ માં મૃત્યું પામ્યા હતા.જે વિશ્વમાં સૌથી વધુ છે.
    રિપોર્ટ અનુસાર ભારતમાં એક દાયકામાં ઓઝોન કોન્સનટ્રેશનમાં ૧૭% નો વધારો થયો છે.જે વિશ્વ માં ત્રીજા નંબરે છે.ઓઝોનના કારણે ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ૧૮ના મોત નીપજે છે.આ ઉપરાંત હવાના પ્રદૂષણ(PM ૨.૫)માં ભારતે તોતિંગ ૬.૫ માઇક્રોગ્રામ/ઘનમીટર નો વધારો નોંધાયો છે.જ્યારે ચીને ૫.૬ માઇક્રોગ્રામ/ઘનમીટર નો ઘટાડો નોંધાવ્યો છે . જે ભારત માટે સબક લેવા જેવી બાબત છે.અત્યારે ભારતની લગભગ તમામ વસ્તી હવા પ્રદૂષણનો સામનો કરી રહી છે.ભારત માં પ્રદુષણ માં વધારો થવામાં સૌથી વધુ જવાબદાર ઔધોગિક એકમો,વાહન વ્યવહાર થી મોટી માત્રામાં હવાનું પ્રદુષણ વધે છે.આ બાબતને ભારત સરકારે ગંભીરતાપૂર્વક લેવી જોઈએ.અને આ દિશામાં યોગ્ય પગલાં લઇ જરૂરી માપદંડો અને ટેકનોલોજી ઉપયોગ કરી પ્રદુષણ ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ.
       હવાના પ્રદૂષણનો ભયાનક ચહેરો આપણે રાજધાની દિલ્હીમાં જોઈ ચુક્યા છીએ.જ્યાં વાહન વ્યવહાર માટે એકી-બેકી વારી પદ્ધતિ અપનાવી પડે છે.સરકારે ઉદ્યોગો માટે પર્યાવરણને લગતા માપદંડો વધુ સખત બનાવવા પડશે.ઉપરાંત જો શક્ય હોય તો દેશમાં ઇ વાહન વ્યવહાર ઝડપથી અસ્તિત્વમાં આવે તેવા સફળ પ્રયત્નો કરવા પડશે.જે ખેડૂતો પાકની પરાળી ને આગ લગાવીને પ્રદુષણ ફેલાવે છે તેમના પર પણ રાજ્યસરકારોએ યોગ્ય પગલાં લેવા જોઈએ.શક્ય જોય તેટલું વધુ વૃક્ષારોપણ કરવું જોઇએ. પોતાના ખાનગી વાહન ઉપયોગ ન કરતા શક્ય હોય તો જાહેર પરિવહન નો ઉપયોગ કરવો.સોલાર ઉર્જાની દિશામાં હજી વધારે આગળ વધવું પડશે.જેથી કોલસાનો ઉપયોગ ટાળી શકાય.
     ભારત જેવા વિશાળ વસ્તીવાર દેશમાં જો હવાના પ્રદુષણ અંગે ગંભીરતાથી કોઈ યોગ્ય નિર્ણયો નહીં લેવામાં આવેતો તેના આકરા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.એ માટે મોડું ન થઈ જાય તે રીતે આપણે જાતે પણ યોગ્ય કાળજી રાખી હવાનું પ્રદુષણ અટકાવીએ.આપણી આવનારી પેઢીઓને ચોખ્ખી હવા અને સ્વચ્છ પર્યાવરણનો ભવ્ય વારસો ભેટમાં આપીએ...

No comments:

Classification of Omicron (B.1.1.529):

  The B.1.1.529 variant was first reported to WHO from South Africa on 24 November 2021. The epidemiological situation in South Africa has b...

Popular posts