મિત્રો! ૨૦૨૦ નું વર્ષ તેના આખરી ઓપમાંં પ્રવેશી રહ્યું છે.અને ૨૦૨૦ સંભારણાની લેખી-ઝાંખી જોઈએ તો આ વર્ષ બે ઘટનાઓ માટે યાદ રહેશે.
(૧) વૈશ્વિક મહામારી કૉરોના માટે..,
(૨) અમેરિકાના પ્રમુખની ચૂંટણી ૨૦૨૦ માટે..
આપણે જાણીએ છીએ મિત્રો, ચૂંટણી એ લોકશાહીનો પ્રાણ છે. ચૂંટણી લોકશાહીને સતત ધબકતી રાખે છે.માટે લોકશાહી ધરાવતા દેશોમાં ચૂંટણીનુ મહત્વ વધી જાય છે.અમેરિકાના પ્રમુખની ચૂંટણી પર સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. વૈશ્વિક રાજનીતિમાં આ ઘટના ઘણી પ્રભાવ પાડનારી હોય છે.આ ચૂંટણી ૩ નવેમ્બર ના રોજ યોજાવાની છે. પરંતુ આ ચૂંટણી કોરોનાની મહામારી મધ્યે યોજાઈ રહી છે.તેથી પ્રજાજનોએ ખાસ ધ્યાન રાખવું પડશે.
ચૂંટણીના ઉમેદવારો:-
American president election 2020 માં મુખ્ય બે ઉમેદવાર તરીકે Republic party ના ઉમેેદવાર તરીકે શ્રી Donald Trump અને તેમના હરીફ Democratic party ના ઉમેેદવાર શ્રી Joe biden ઉભા છે.
આ ઉપરાંત Republic party તરફ થી ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેેેદવાર તરીકે Mike pence તો હરીફ Democratic party તરફ થી ભારતીય મૂળના શ્રીમતી Kamala harris ચૂંટણી લડી રહ્યા છે. જે ઉપરાષ્ટ્રપતિ તરીકે ઊભાં રહેનાર
પ્રથમ એશિયન અમેરિકન વ્યક્તિ છે.અમેરિકન પ્રમુખ ની ચૂંટણી૨૦૨૦ એ આ વર્ષે ૩ નવેમ્બર ના રોજ યોજાશે.જે ૫૯ મી ચતુર્થ વાર્ષિક ચૂંટણી હશે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા Donald Trump નું સ્લોગન Make America Great Again! એ ૨૦૧૬ ની ચૂંટણી માં અસરકારક સાબિત થયું હતું.પરંતુ તેમના હરીફ joe biden તેમને ચૂંટણી માં બરાબર ટક્કર આપી રહ્યા છે.બંને નેતાઓનો ચૂંટણી પ્રચાર જોર શોર થી ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે Donald Trump માટે ચૂંટણી જીતવાની રાહ આસાન નહીં રહે કારણ કે કેટલાક ચોક્કસ મુદ્દાઓ ચૂંટણી ને જરૂર પ્રભાવિત કરશે. જેમકે, CORONA, BLACK LIVES MATTER, H1B VISA વગેરે ..
ચૂંટણીમાં Covid19નો મુદ્દો અસરકારક રહશે.
સુધી કોરોનાના ૮.૮૫ મિલિયન કરતા વધુ કૅસ નોંધાઈ ચુક્યા છે.આ ઉપરાંત ૨.૨૭ લાખ કરતા વધુ લોકો મોત ને ભેટી ચુક્યા છે.જોકે ૫.૮૭ મિલિયન કરતા વધુ લોકો સાજા થઈ ગયા છે.માટે કોરોનાનો મુદ્દો ચૂંટણી માં અસરકારક રહેવાનો.
Black lives matter:-
બીજુુ, અમેરિકામાં હમણાં થોડા સમય અગાઉ મિનિએપોલીસ અધિકારી ડેરેક ચૌવિન દ્વારા અશ્વેત george Floyd ની હત્યા બાદ આ ઘટનાનો પ્રચંડ અને ઘેરો પ્રત્યાઘાત ન કેવલ અમેરિકામાં પણ સમગ્ર વિશ્વમાં આ ઘટનાની નોંધ લેવાઈ હતી. જયોર્જ ફ્લોએડ ના સમર્થનમાં આંદોલનકારીઓએ #Blacklivesmatter નામનું આંદોલન યોજી દેખાવો કર્યા હતા.આ ઉપરાંત વિદેશમાં આવેલા અમેરિકી દૂતાવાસ આગળ પણ દેખાવો યોજાયા હતા.
૧૪ ડિસેમ્બર સુધીમાં ચૂંટણીના પરિણાર જાહેર થઈ જશે.જે ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તે ૨૦ મી જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે.અને વિશ્વમાં રાજદ્વારી સબંધોના નવા સમીકરણો રચાશે. તો હવે જોવું રહ્યું કે American president election 2020 માં કોણ વિજયી બનશે...અને અમેરિકાની સત્તાનું સુકાન સંભાળશે..
#USA