Search This Blog

Showing posts with label Science & Technology. Show all posts
Showing posts with label Science & Technology. Show all posts

Wednesday, October 7, 2020

RAISE 2020

                             
                     RAISE 2020 

           Raise એટલે responsible AI for social Empowerment 2020. અને ગુજરાતીમાં જોઈએ તો સામાજિક સશક્તિકરણ ૨૦૨૦ માટે જવાબદાર  AI. 
           પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવાર ૫ ઑક્ટોમ્બરના રોજ AI પર એક મોટી વર્ચુયલ સમીટનો પ્રારંભ કરાવ્યો. આ સમીટનું આયોજન Ministry of electronics and information technology(MeitY) અને NITI આયોગ દ્ધારા સાથે મળીને આયોજન કર્યું હતું. આ સમીટ ૫ થી ૯ ઑક્ટોમ્બર સુધી યોજાવાની છે.
            RAISE એ આરોગ્યની જાળવણી, કૃષિ શિક્ષણ અને અન્ય સામાજિક ક્ષેત્રોમાં ગતિશીલતા, રુપાંતરણ સમાવેશ અને સશક્તિકરણ માટે AI ના ઉપયોગ કરવા માટે વિચારોની આપ-લે કરવામાં આવશે.
   AI શું છે?
        AI એટલે Artificial intelligence એટલે ગુજરાતીમાં આનો મતલબ 'કૃત્રિમ બુદ્ધિક્ષમતા' અથવા 'મશિનની બુદ્ધિક્ષમતા' એવો  અર્થ થાય. AI  નો બહોળા પ્રમાણમાં કાર્યક્ષમ ઉપયોગ કમ્પ્યુટર ક્ષેત્રે કરવામાં આવે છે. AI એ Technology ના ક્ષેત્રમાં એક પ્રકારની ક્રાંતિ સર્જિ દિધી છે. AI ના ઉપયોગનું સૌથી શ્રેષ્ટ ઉદાહરણ ROBOT છે. જે AI થકી સંચાલિત થાય છે. બીજું ઉદાહરણ તમે જો મોબાઈલ ફોનમાં  You tube પર વિડિયો કે અન્ય કોઈ માહીતી જોઈ રહ્યા હોય તે દરમિયાન ફોનમાં તમને તે વસ્તુંના related માં તેના જેવા જ વિડિયો કે માહીતી પ્રાપ્ત થસે એ AI ની કરામત છે.
           RAISE સમીટ નો મકસદ AI નો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે પર ભાર આપવાનો છે.
આપણા દેશની ૬૦% થી વધુ વસ્તી ખેતી જેવી પ્રાથમિક કક્ષામાં રોકાયેલી છે. જો કૃષિક્ષેત્રમાં AI નો ઉપયોગ કરવામાં આવેતો ખેતીક્ષેત્રે અભૂતપૂર્વક ક્રાંતિ સર્જિ શકાય તેમ છે.જો કે એ એટલુ આસાન નથીં. પરંતુ તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી એ આજના સમયની માંગ છે.
          કૃષિથી માંડી આરોગ્યથી લઈ ઈન્ફ્રાસ્ટ્રક્રચર, સામાજિક તમામ ક્ષેત્રોમાં AI નો ઉપયોગ કરવામાં આવે તો તેમની ગતિશીલતામાં ઝડપથી અને મહત્વપૂર્ણ વિકાસ સાધી શકાશે.અને ભારતને ધીમે ધીમે AI નુ કેન્દ્ર સ્થાન બનવામાં મદદ મળશે. અને આ બધાનો સથવારે ફાયદો તો આપણી અર્થવ્યવસ્થાને જ થવાનો છે.
         આપણે આશા રાખીએ કે AI ના ઉપયોગ થકી આપણા જીવનને સ્પર્શતા તમામ ભૌતિક ક્ષેત્રોમાં સશક્ત કરી વધારે વિકાસ સાધીએ એ જ RAISE SUMMIT નો ઉદ્દેશ છે.

  #raise  #theklal

Classification of Omicron (B.1.1.529):

  The B.1.1.529 variant was first reported to WHO from South Africa on 24 November 2021. The epidemiological situation in South Africa has b...

Popular posts