સુપરસ્ટાર શ્રી નરેશભાઈ કનોડિયા જી એ તારીખ ૨૭ ઑક્ટોમ્બર ૨૦૨૦ ના રોજ ૭૭ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા.આ સાથે જ તેમના વિશાળ ચાહક વર્ગમાં શોક નું મોજું ફળી વર્યું.તેમના બે દિવસ અગાઉ તેમના મોટા ભાઈ અને ગુજરાતી લોકસંગીના મશહૂર ગાયક શ્રી મહેશભાઈ કનોડિયા જી એ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.સાથે જીવશું,સાથે મરશું ની પંક્તિને સાર્થક કરી દીધી.આ સાથેજ ગુજરાતી ચલચિત્રોનો એક યુગ પુરો થયો.
શ્રી નરેશ કનોડિયા તેમના ભાઈ મહેશ કનોડિયા સાથે મહેશ એન્ડ પાર્ટીમાં સ્ટેજ શૉ કરતા હતા.ધીમે ધીમે પ્રસિદ્ધિ મળતા તેઓ ગુજરાતી ચલચિત્રના મુખ્ય હીરો તરીકે પ્રસ્થાપિત થયાં. તેમને ફિલ્મ કારકિર્દી ની શરૂઆત ૭૦ના દાયકાની વેલીને આવ્યા ફૂલ થી કરી હતી.તેમની અભિનેતા તરીકેની કારકિર્દી લાગભગ ૪ દાયકા સુધી ચાલી.તે દરમિયાન તેમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મોમાં અભિનય કર્યો.જેમાં લાજુ લખન, મેરુ માલણ,ઢોલા મારુ,જોડે રેજો રાજ, લાડીતો લાખની સાયબો સવા લાખનો,રાજ રાજવન જેવી અનેક ફિલ્મો સામેલ છે.જેની યાદી ખૂબ લાંબી છે.૨૦૧૨ માં મુંબઇ ખાતે શ્રી નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયદ થયો.
અભિનય ઉપરાંત તેમની રાજકીય કારકિર્દી પણ સફળ રહી તેમના મોટાભાઈ શ્રી મહેશભાઈ કનોડિયા પાટણથી સાંસદ સભ્ય ચૂંટાયા હતા.જ્યારે શ્રી નરેશભાઈ કનોડિયા વડોદરાના કરજણથી ધારાસભ્ય(૨૦૦૨-૨૦૦૭) તરીકે ચૂંટાયા હતા.
મિલેનિયમ મેગાસ્ટાર,સુપરસ્ટાર શ્રી નરેશભાઈ કનોડિયા જી તેમના વિશાળ ચાહક વર્ગના હૃદયમાં હંમેશા અમર રહેશે..