Search This Blog

Sunday, January 10, 2021

MALNUTRITION:THE SILENT PANDEMIC



   There are people in the world so hungry, that god can not appear to them except  in the form of bread     :- M.K.GANDHI

  The latest child malnutrition number, as reported by the 1st phase of the NHFS(2019-20) should prove distressing for policy.

malnutrition refers to deficiencies, excesses or imbalances in a person's intake of energy or nutrients.

while malnutrition already remains the predominant risk factor for child death and total disability adjusted life years, the COVID-19 has pushed back our effort on ending malnutrition, which plagues india's children.

There is a real risk that, as nation strive to control the virus, the gains made in reducing hunger and malnutrition will be lost. The need for more equitable, resilient and sustainable food and health system never been more urgent.

👉 CAUSES OF MALNUTRITION:-

  • Inequity is a cause of malnutrition both under nutrition and over weight.
  • inadequate dietary intake and disease are directly responsible for under nutrition.

👉 MALNURTITION AND INDIA:-

  • Malnutrition in india accounts for 68% of total five deaths.
  • India is home to about 30% of the world's stunted children.
Hence, the right to food would be meaningless if it leaves a large section of india's hungry, stunted and wasted.

👉 MEASURE TAKEN BY THE GOVERNMENT:-

  • The government of india had launched THE POSHAN ABHIYAN  to ensure a "malnutrition free india" by 2022.
  • Mid day meal scheme aim to improve nutritional levels among school children.
  • ICDS scheme aims at providing food, preschool education, immunization etc.
👉 STEPS THAT CAN BE TAKEN:-

  • Strategies like 'take home ration' and 'mid day meal' to ensure the continuation of services.
  • strict measure are needed to ensure that the public distribution system is accessible to all.
India can reap it's demographic dividends only when it address it's malnutrition problem seriously and can achive high socio-economic development.

Wednesday, December 23, 2020

Mucormycosis

  Corona ના ડર વચ્ચે mucormycosis નામની 

   બીમારીએ દેખા દેતા લોકોમાં ફફડાટ...

  
     
    અત્યારે કોરોનાના કૅસ વચ્ચે અને કોરોનાથી ગભરાયેલા લોકોએ કોરોનાની જુદી જુદી રસીઓના આશાવાદ ભર્યા સમાચારો વચ્ચે મ્યુકરમાઇકોસીસ નામના રોગે દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટાભાગના ડાયબીટીસ ની બીમારીથી પીડાતા દર્દીઓ હવે mucormycosis નામની બીમારી થઈ રહી છે.
      આ બીમારીમાં એક પ્રકાર નું fungus જોવા મળે છે.mucormycosis દુર્લભ અને ગંભીર ફૂગજન્ય હોય છે જે mucormycetes નામના મોલ્ડ જૂથને કારણે થાય છે.આ ફૂગ વાતાવરણમાં હોય જ છે ખાસ કરીને માટી અને સડો કરતા કાર્બનિક પ્રદાર્થો જેવા કે પાંદડા, પશુ ખાતરના ઢગલા અને સડેલા લાકડા. Mucormycosis એ નાકમાં રહેલા હાડકાને કોતળી ખાય છે.અને આ બીમારીની અસર આંખો અને મગજ પર પણ થાય છે.ક્યારેક અંધાપો પણ આવી શકે છે.આ બિમારી કેન્સર કરતા પણ ઝડપથી શરીરમાં પ્રસરે છે.

  લક્ષણો:-
 - Mucormyvosis ના લક્ષણો શરીર પર ફૂગ કઈ જગ્યાએ વધે છે તેના પર નિર્ભર છે.
- એક તરફી ચહેરા પર સોજો.
-માથાનો દુખાવો 
-અનુનાસિક અથવા સાઈનસભીડ
-અનુનાસિક પૂલ અથવા મોઢા ઉપર કાળા જખમ ઝડપથી તીવ્ર બને
-ચેપગ્રસ્ત વિસ્તાર કાળો થઈ જાય

કોને mucormycosis થવાનું જોખમ વધુ છે?
 - ડાયાબિટીસ ના દર્દીઓને
- કેન્સરના દર્દીઓ
- Organ transplant કરાવેલા હોય તેવા લોકોને
- nuetropenia
- લાંબા ગાળાના corticosteroid નો ઉપયોગ કરતા લોકોમાં 

શુ મ્યુકરમાઇકોસીસ ચેપી છે?
     ના,મ્યુકરમાઇકોસીસ લોકોથી લોકોમાં અને લોકોથી પ્રાણીઓમાં ફેલાતો નથી.

ઈલાજ:-
   Mucormycosisનું નિદાન કરતી વખતે ડૉક્ટર દર્દીનો તબીબી ઇતિહાસ, શારીરિક પરીક્ષાનો અને રિપોર્ટ ધ્યાને લઇ દવા કરતા હોય છે.ઉપરાંત ક્યારેક એન્ટીફંગલ દવા અને tissue biopsy કરે છે.કેટલીક વાર શસ્ત્રક્રિયા પણ કરવી પડતી હોય છે.
   
     કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આ બીમારી માટે એલર્ટ જાહેર કરી તે માટેની ગાઈડલાઈન જાળી કરી છે.
  

Sunday, November 22, 2020

શિયાળો અને કોરોના..

          શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે.ઠંડી ધીમે ધીમે તેનો ચમત્કાર બતાવી રહી છે.સાથે સાથે જગતના તાતે રવિ પાકોની વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે.હિમાલયન રાજ્યોમાં હિમવર્ષા થતાંજ સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.શિયાળાની આ આલ્હાદક ખૂબસૂરતી સમગ્ર ફેલાયેલી જોવા મળે છે.આ ઉપરાંત જોશથી અને ઉત્સાહથી ભરેલો યુવાવર્ગ કસરત અને યોગ સાથે જોડાયેલા જોઈને આનંદ થાય છે.આ બધી જીવન જરૂરી વ્યવહારી બાબતો ચાલુ રહેવાની પણ આ વખતે આપણે સૌથી વધુ સચેત રહેવું પડશે.કેમ કે કોરોનાના કૅસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.સાથે સાથે ઠંડીને કારણે સંક્રમણ વધવાનો ભય તોળાયેલો છે.હવાના પ્રદુષણને કારણે પણ સ્મોગની સ્થિતિ સર્જાયેલી છે તે પણ કોરોના ફેલાવવા માટે ભુમિકા ભજવી રહ્યો છે.આમેય શિયાળામાં શરદી,કફ જેવા કૅસમાં વધારો થવાનો તેથી સાવચેતી રાખવી ખૂબ અનિવાર્ય છે.
       શિયાળાની સીઝનમાં કોરોના મહામારીનો સામનો સજાગતાથી કરવો પડશે.ડોક્ટરોએ કોરોનાના સેકન્ડ વેવ ની આગાહી કરી છે.કોરોના તેનું રૌદ્ર રૂપ ધારણ કરે અને સ્થિતિ બદથી બદતર બને તે પહેલાં આપણે સચેત રહીને પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે યોગ્ય નિર્ણય અને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.સાથે સાથે લગ્નની સીઝન પણ શરુ થઈ ગયી છે તેથી આ પરિસ્થિતિમાં સવિશેષ ધ્યાન રાખવું પડશે.
                પહેલું સુખ એ સ્વાસ્થ્ય સુખ છે.માટે મિત્રો કાળજી પૂર્વક રવિઋતુ પ્રસાર કરીએ .ઘરમાં રહીએ,સુરક્ષિત રહીએ અને ઠંડીથી બચીએ.:)

Saturday, November 14, 2020

Dipawali/Diwali/ દીપાવલી/દિવાળી/

        દીપાવલી/ દિવાળી /DIPAWALI

         

                   આયે દીપ જલાયે......(૨)
                     રોશની ફેલાએ.,
                    તેજકા સર્જન કર.,
                    અંધકારકો દૂર કરે.,
                    નયે સંકલ્પોકે સાથ .,
                     નઈ શરૂઆત કરે.,
                   તેજોમય બનકર હમ.,
                    ખુદહીં પ્રકાશ ફેલાયે.,
                  ખુશીઓકો ફેલાકર હમ.,
                   આયે નઈ શરૂઆત કરે.,
                     આયે દીપ જલાયે........(૨)
                
                                                   
          મિત્રો! આપણે જાણીએ છીએ કે પ્રજા ઉત્સવપ્રિય હોય છે. અને ઉત્સવોનો ઉત્સવ, તહેવારોનો તહેવાર એટલે દીપાવલી. જે ભારતમાં ઉજવાતો સૌથી મોટો તહેવાર છે. જે આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવતો હોય છે. તે વિક્રમ સવંત વર્ષનો છેલ્લો દિવસ છે. માટે પણ તે યાદગાર ઉજવણીનો દિવસ છે.
         કથા અનુસાર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ,સીતાજી વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પુનઃ પધાર્યા ત્યારે અયોધ્યા ની પ્રજાએ દીપ જલાવીને તેમનું સ્વાગત કર્યું તેની યાદ માં ઉજવવામાં આવે છે. બીજી માન્યતા મુજબ તે વિક્રમ સવંત નો છેલ્લો દિવસ હોવાથી પણ ઉજવણી કરવામાં આવતી હોય છે.    
         નવલી નવરાત્રી નું સમાપન થતાંજ આપણી ઉત્સવ પ્રિય પ્રજા દીપોત્સવી ની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. દીપાવલી ની તૈયારીઓ દરેક જણ ધામધૂમથી કરતા હોય છે. દીપાવલી ની તૈયારીમાં લોકો ઘરની સાફ સફાઈ ઉપરાંત ઘરનું સમારકામ, રંગકામ કરાવતા હોય છે.દિવાળીના પર્વ નિમિત્તે બઝારમાંથી ધૂમ ખરીદી કરવામાં આવતી હોય છે.લોકો નવા કપડાં , ફટાકડા અને ઘરના સુશોભનની વસ્તુઓ ની ખરીદી કરતા હોય છે. બઝારમાં અવિરત ખરીદીને કારણે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જેથી વેપારી વર્ગ ને ઘણો જ લાભ થતો હોય છે.
                ગુજરાતમાં દીપોત્સવી નો તહેવાર એક અઠવાડિયા સુધી ઉજવવામાં આવતો હોય છે. આ તહેવાર ગુજરાતમાં આસો વદ તેરસ થીજ શરૂ થઈ જાય છે. જેમાં આસો વદ તેરસ ને દિવસને ધનતેરસ કહે છે. આ દિવસે લોકો શ્રી મહાલક્ષ્મી દેવી ની પૂજા ઉપાસના કરતા હોય છે. વેપારી વર્ગ ચોપડાઓ નું પૂજન કરતા હોય છે. આસો વદ ચૌદસ ને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની પૂજા, આરાધના કરવામાં આવતી હોય છે.આ ઉપરાંત આ દિવસે કેટલાક સ્થળે વિશેષ પૂજા અને અનુષ્ઠાન થતા હોય છે. અને આસો વદ પૂનમ નો દિવસ એટલે પ્રકાશનો પર્વ દીપાવલી. અને વિક્રમ સવંત નો છેલ્લો દિવસ.બીજે દિવસે વિક્રમ સવંત ના નવા વર્ષ નો પ્રારંભ થાય છે. તે દિવસે લોકો એકબીજાને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવે છે. વડિલોના આર્શીવાદ મેળવતા હોય છે. નવા વર્ષ ના બીજે દિવસે ભાઈબીજ નો તહેવાર હોય છે. તે દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે.બહેન ભાઈ ને  સ્વાદિષ્ટ ભોજન કરાવે છે. ભાઈ બહેનને પોતાની ઈચ્છાશક્તિ અનુસાર ભેટ આપતા હોય છે.અને બહેનના ભાઈને આશીર્વાદ આપતી  હોય છે.આમ,દિવાળી એક અઠવાડિયા સુધી ચાલતી હોય છે. વેપારી વર્ગ લાભપાંચમ ના દિવસે પોતાના ધંધા વ્યવસાય ની શરૂઆત કરતા હોય છે.
          પરંતુ આ વર્ષે દીપાવલી સજાગતાથી ઉજવવી પડશે કારણ કે કોરોના મહામારીએ માઝા મૂકી છે. જેના કારણે આપણા ઉત્સવો ઉજવવાની રીત ભાત માં પણ બદલાવ આવ્યો છે. તેમ છતાં આપણી ઉત્સવ પ્રિય પ્રજા ઉત્સવોનો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે. આ કોરોનાની માહામારીમાં સરકારની ગાઇડલાઈનું પાલન કરીને તહેવારોની ઉજવણી કરીએ..
          મિત્રો! પ્રકાશનો પર્વ અને ખુશીઓનો ઉત્સવ દીપાવલી આપણાં જીવનમાં ખુશીઓ અને પ્રકાશપાથરે એવી શુભકામનાઓ...!
    #દીપાવલી #દિવાળી 

Wednesday, November 11, 2020

Mumbai Indians

મુંબઇ ઇન્ડિયન્સ પાંચમી વાર IPL ચેમ્પિયન..



             કોરોનાની મહામારી મધ્યે યોજાયેલી ipl ની ૧૩ મી સીઝનનું મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનતાની સાથે જ શાનદાર સમાપન થયું.આવા કોરોનાના કપળા કાળમાં ipl ના સફળ આયોજન બદલ BCCI નો આભાર માણવો જોઈએ ઉપરાંત ટીમ ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓનો પણ આભાર માનવો રહ્યો..
   અત્રે આપણે ચર્ચા કરવાના છીએ મજબૂત મુંબઇ ઇન્ડિયન્સની.જેને ipl ની ટોટલ ૧૩ સીઝનમાંથી પાંચ વાર ટાઇટલ પોતાના નામે કર્યું છે.આ પહેલા તેઓ ૨૦૧૩,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ અને હવે ૨૦૨૦નું ટાઇટલ પણ!આવતા વર્ષે તેમની પાસે ટાઇટલ ની હેટ્રિક નોંધાવવાની તક રહેશે.પાંચ વાર ચેમ્પિયન બની મુંબઇ ઇન્ડિયન્સ ન કેવળ ipl ની પણ વિશ્વની T20 લીગની સૌથી સફળ ટિમ સાબિત થઈ છે.સાથે સાથે કેપ્ટન રોહિત પણ ipl ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો.
     મુંબઇ ઇન્ડિયન્સનું batting,bowling અને fielding ત્રણેય પાસા ખૂબજ મજબૂત છે.જે તેને એક બહેતર ટિમ બનાવે છે.team ના સ્ટાર ખેલાડીઓમાં કેપ્ટન રોહિત ઉપરાંત ડી કોક ,હાર્દિક પાડ્યાં, પોલાર્ડ,બૂમરાહ અને બોલ્ટ જેવા મેચ વિનર ખેલાડીઓ છે.એ સિવાય uncapped ખેલાડીઓમાં સૂર્યાકુમાર યાદવ,ઈશાન કિશન જેવા ખતરનાખ ખેલાડીઓ છે.આ સીઝનમાં ઈશાન એ મુંબઇ માટે સૌથી વધુ ૫૧૬ રન અને સીઝનમાં સૌથી વધુ ૩૦ સિક્સ ફટકારી છે.આ team નું team balance કમાલનું છે.જે બીજી team ને હળાવવા માટે પૂરતું છે.
   Ipl ની ટ્રોફીના જીતનો પંજો નોંધાવવો એ સફળતાનાં ચિતારને સિતારાઓથી સજાવા જેવી બાબત છે.આ ઉપરાંત આ team ના coach અને સહાયક સ્ટાફ પણ પ્રશંસાને પાત્ર છે.જે ટિમ માટે મુખ્ય આધાર છે.આશા રાખીએ કે તેઓ જીતનો આવો સિલસિલો જાળવી રાખશે...

Sunday, November 8, 2020

Rural culture in india / ગ્રામીણ સંસ્કૃતિ:ભારત


            જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હતી ત્યારે લોકો જીવન છુટું છવાયું અને કબીલા સ્વરૂપે જીવન ગુજારતા હતા.એટલે તમે દુનિયાની તમામ સંસ્કૃતિઓમાં લગભગ ગામ અને કબીલા ઉલ્લેખ જોવા મળે છે.આ જહાંમાં જ્યારે શહેરીકરણ ની શરૂઆત નહોતી થઈ એ પહેલાં ગ્રામીણ અને કબીલાઈ જીવન અસ્તિત્વમાં હશે.ગ્રામીણ સંસ્કૃતિ લોકોના જીવન સાથે વણાઈ ગયેલી બાબત છે.જેથી વિશ્વ સાહિત્યમાં પણ ગ્રામીણ સંસ્કૃતિના ભારો ભાર વખાણ વાળા લખાણો લખાયા છે.ગ્રામીણ સંસ્કૃતિમાં લોકો એમના સહિયારા,શાંત ,પરસ્પરની ભાવના, એકતા અને લાગણીઓ વાળા જીવનને કારણે એક અનેરું મહત્વ સર્જે છે.ગ્રામીણ ઇલાકામાં મોટે ભાગે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી પ્રજા હોય છે.
         ગ્રામીણ જીવનની સવાર આહલાદક હોય છે.રાતા પ્રકાશથી ઝાકઝમાળ સૂર્યદેવ નો પ્રકાશ હોય ને પક્ષીઓનું મધુર કલરવ અને જગતનો તાત તેના  ગોધન લઈને હાલતો હાલતો ખેતરે જતો હોય.મંદિરમાં પરોઢિયે અને સુર્યાસ્ત ના ટાણે અય ને રૂડા અખંડ ઝાલર વાગતા હોય.અને સાંજે ગામના પાદરે(ઓટલે) ભેગા મળી અલક મલક ની વાતો કરવાની મજા તો અલગજ.
આજે ગ્રામીણ જીવન માં પરિવર્તનનો પવન ફૂંકાઈ ચુક્યો છે.ધીમે ધીમે ગામડાઓની દશા બદલાઈ રહી છે.લોકો શિક્ષણના ઉપયોગ થકી પોતાના ગામડાને સશક્ત બનાવવા સફળ પ્રયત્નો કરી રહ્યા છે.ગામડાઓ વિકાસના પંથે અગ્રેસર થવા માંડ્યા છે.તમામ ગામડાઓમાં પાકી સડકો નિર્માણ પામી રહી છે.નવી શાળાઓ અસ્તિત્વમાં આવી રહી છે. ગામડાઓમાં પશુપાલકો માટે ડેરીની વ્યવસ્થા,સોસાયટીની વ્યવસ્થા,પોસ્ટ ઓફિસ અને ગ્રામ પંચાયતો પ્રભાવશાળી અસ્તિત્વ ધરાવે છે.જે ગ્રામજનોના ઉપયોગ કાજે જ છે.આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ પ્રકાશ પાથરે છે.ગામડામાં મોટે ભાગે ખેડૂત પ્રજા હોવાથી જો કુદરતનો લીરે લીલા રહેતો ત્રણેય ઋતુમાં પુષ્કળ પાક પાકે છે.આજનો ખેડૂત ખેતી ક્ષેત્રે ટેક્નોલોજ અને માહિતીના ઉપયોગ થી ગુણવત્તા સભર ખેતી તરફ વળ્યો છે.
      ગ્રામીણ જીવનનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં તમને ચોખ્ખું ગુણવતાયુક્ત વાતાવરણ ઉપલબ્ધ થઈ શકે છે.પ્રદુષણ વિનાનું વાતાવરણ પછી એ હવાનું હોય કે અવાજનું.આ ઉપરાંત ગામમાં પોતાના ખેતરની સ્વાદિષ્ટ તાજી શાકભાજી અને ફળફળાદી ઉપલબ્ધ થઈ રહે છે.એ સિવાય પણ દૂધ,દહીં,છાસ,ઘી વગેરે તાજું અને ઘેર બનાવેલું મળી રહે છે.અને સૌથી ખાસ વાત પેલી આપડી ધોતી ઝભ્ભો માથે ફાળિયું અને હાથમાં લાકડી વાળી ઠાઠમાઠ તો ખરી જ પાછી..!

પરંતુ આજે વિશ્વમાં ઔધોગિક ક્રાંતિ પછી જે પરિવર્તનનો પુરઝડપે પવન ફૂંકાયો જેના કારણે ધીમે ધીમે શહેરી સંસ્કૃતિનો ભવ્ય પ્રકારે
 વિકાસ પામી રહી છે.અને શહેરીકારણનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે છે.ભારત માં હાલ પણ ૬૦%ની આસપાસ વસ્તી ગ્રામીણ ઇલાકામાં વસવાટ કરે છે.અને અને સમૃદ્ધ જીવન જીવી રહી છે.ગાંધીજીએ પણ કહ્યુંછે કે અસલી ભારત ગામડાઓમાં વસે છે.
ગ્રામીણ સંસ્કૃતિ નો આનંદ ઉલ્લાસ અનેરો હોય છે.ગ્રામીણ વિસ્તારના આ ધીમે ધીમે બદલાતા દોરથી બધા ખુશ થઈને આનંદની અદભુત અનુભૂતિ મહેસુસ કરી રહ્યા છે.



 
 

Sunday, November 1, 2020

Air Pollution in India/હવાનું પ્રદૂષણ:ભારત

   
      મિત્રો! હવાનું પ્રદુષણ એ આધુનિક સમય ની સૌથી મોટી વૈશ્વિક સમસ્યા બની ચૂક્યું છે.અને જોત જોતામાં તેમાં ઊત્તરોત્તર વધારો થતો જોવા મળે છે.જે એક આંખ ઉઘડનારી બાબત છે.જો હવાનું પ્રદુષણ આમજ વધતું રહેશે તો ન કેવલ માનવજાત માટે પરંતુ સમગ્ર સૃષ્ટિના જીવો માટે તે ગંભીર સાબિત થઈ શકે છે.હવાના પ્રદુષણ ને કારણે તાપમાનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે.અને તાપમાનમાં વૃદ્ધિ થતા નદીનાળા સુકાવા લાગે છે.જેથી જળસૃષ્ટિ પર પણ ઘેરી અસર પડે છે.
       હવાના પ્રદુષણ અંગે તાજેતરમાં એક ચિંતાજનક રિપોર્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યો.તે રિપોર્ટ Health effect institute, Institute for health metrics and evaluation , washington university અને British Columbia university દ્વારા STATE OF GLOBAL AIR 2020 નામના રિપોર્ટમાં જાણવા માં આવ્યું કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદુષણ ભારતમાં નોંધાયેલું છે.જે ખુબજ 
ગંભીર બાબત છે. હવાના પ્રદુષણને કારણે તમામ પ્રકારના આરોગ્યના જોખમ ભારતીયોમાં ઉભા થશે. પ્રદૂષણ ના કારણે સ્ટ્રોક, હાર્ટ ઍટેક, ડાયાબિટીસ, ફેફસાનું કેન્સર  અને અન્ય શ્વાસોશ્વાસ સંબંધી બીમારિયો નું પ્રમાણ વધી શકે છે.હવાના પ્રદૂષણ ના કારણે ભારત વર્ષ ૨૦૧૯ માં કુલ ૧૬૬૭૦૦૦ કરતા વધુ લોકો મોતને ભેટ્યા હતા.જેમાંથી તો ૧૬૦૦૦૦ કરતા વધુ બાળકો જન્મના પ્રથમ માસ માં મૃત્યું પામ્યા હતા.જે વિશ્વમાં સૌથી વધુ છે.
    રિપોર્ટ અનુસાર ભારતમાં એક દાયકામાં ઓઝોન કોન્સનટ્રેશનમાં ૧૭% નો વધારો થયો છે.જે વિશ્વ માં ત્રીજા નંબરે છે.ઓઝોનના કારણે ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ૧૮ના મોત નીપજે છે.આ ઉપરાંત હવાના પ્રદૂષણ(PM ૨.૫)માં ભારતે તોતિંગ ૬.૫ માઇક્રોગ્રામ/ઘનમીટર નો વધારો નોંધાયો છે.જ્યારે ચીને ૫.૬ માઇક્રોગ્રામ/ઘનમીટર નો ઘટાડો નોંધાવ્યો છે . જે ભારત માટે સબક લેવા જેવી બાબત છે.અત્યારે ભારતની લગભગ તમામ વસ્તી હવા પ્રદૂષણનો સામનો કરી રહી છે.ભારત માં પ્રદુષણ માં વધારો થવામાં સૌથી વધુ જવાબદાર ઔધોગિક એકમો,વાહન વ્યવહાર થી મોટી માત્રામાં હવાનું પ્રદુષણ વધે છે.આ બાબતને ભારત સરકારે ગંભીરતાપૂર્વક લેવી જોઈએ.અને આ દિશામાં યોગ્ય પગલાં લઇ જરૂરી માપદંડો અને ટેકનોલોજી ઉપયોગ કરી પ્રદુષણ ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ.
       હવાના પ્રદૂષણનો ભયાનક ચહેરો આપણે રાજધાની દિલ્હીમાં જોઈ ચુક્યા છીએ.જ્યાં વાહન વ્યવહાર માટે એકી-બેકી વારી પદ્ધતિ અપનાવી પડે છે.સરકારે ઉદ્યોગો માટે પર્યાવરણને લગતા માપદંડો વધુ સખત બનાવવા પડશે.ઉપરાંત જો શક્ય હોય તો દેશમાં ઇ વાહન વ્યવહાર ઝડપથી અસ્તિત્વમાં આવે તેવા સફળ પ્રયત્નો કરવા પડશે.જે ખેડૂતો પાકની પરાળી ને આગ લગાવીને પ્રદુષણ ફેલાવે છે તેમના પર પણ રાજ્યસરકારોએ યોગ્ય પગલાં લેવા જોઈએ.શક્ય જોય તેટલું વધુ વૃક્ષારોપણ કરવું જોઇએ. પોતાના ખાનગી વાહન ઉપયોગ ન કરતા શક્ય હોય તો જાહેર પરિવહન નો ઉપયોગ કરવો.સોલાર ઉર્જાની દિશામાં હજી વધારે આગળ વધવું પડશે.જેથી કોલસાનો ઉપયોગ ટાળી શકાય.
     ભારત જેવા વિશાળ વસ્તીવાર દેશમાં જો હવાના પ્રદુષણ અંગે ગંભીરતાથી કોઈ યોગ્ય નિર્ણયો નહીં લેવામાં આવેતો તેના આકરા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.એ માટે મોડું ન થઈ જાય તે રીતે આપણે જાતે પણ યોગ્ય કાળજી રાખી હવાનું પ્રદુષણ અટકાવીએ.આપણી આવનારી પેઢીઓને ચોખ્ખી હવા અને સ્વચ્છ પર્યાવરણનો ભવ્ય વારસો ભેટમાં આપીએ...

Classification of Omicron (B.1.1.529):

  The B.1.1.529 variant was first reported to WHO from South Africa on 24 November 2021. The epidemiological situation in South Africa has b...

Popular posts