✒ રાણીતળાવ....
સપ્રેમ નમસ્કાર મત્રો! આજે આપણે વાત કરવાના છીએ રાણીતળાવની કે જ્યાં સહેલાણીઓનો સતત વધારો થઈ રહ્યો છે.ધીમે-ધીમે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યુ છે
રાણી તળાવ એ અંબાજી ધોરીમાગૅ પર
ઈડર નગરથી ઉતર-પૂર્વ દિશામાં ફક્ત ૨ થી ૩ કિલોમીટર ના અંતરે સ્થિત છે.રાણી તળાવનું બાંધકામ ૧૭મી સદી એટલે કે આજથી ઈ.સ ૩૮૦ વષૅ પૂર્વે ઈડરના પ્રમુખ રાવ ભાઉની પત્નીએ ખોદકામ કરી બંધાવ્યું હતું.પરંતુ સમયાતંરે તેમાં
ખોદકામ ચાલુ રહેતા તળાવના આકારમાં વધારો થયો અને તે આપણે વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ છીએ.
રાણી તળાવ સહેલાણીઓ અને છબીકલા
રસિકો માટે ખૂબ આકર્ષક રહ્યુ છે. તળાવની મધ્યે
સુંદર કલાકૃતિ સમું પાવાપુરી જૈન મંદિર તળાવના
સૌંદર્યમાં પ્રાણ પુરે છે. જો તમે રાણી તળાવને સૂર્યાસ્ત સમયે મુખ્ય ધોરીમાગૅ પરથી નિહારશો તો સૂર્યદેવનો લાલ પ્રકાશથી તળાવમા જાણેં લાલાશ પાથર્યો હોય એવુ નજરાણુ જોવા મળે છે.
સાથે-સાથે અરવલ્લીની ઐતિહાસિક ગિરિમાળાઓ સાથેનો સૌંદયૅનો અદ્ભૂત નમૂનો નિહારવા મળશે.
તળાવના મધ્યમાં આવેલું પાવાપુરી
જૈન મંદિર ૭૨ ફૂટ ઊંચાઈં અને ૭૨ ફૂટ પહોળાઈ ધરાવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાવીર સ્વામીની ૭૨ સે.મી. ની મૂર્તી બિરાજમાન છે. મૂર્તીની આસપાસ સુંદર મજાની નાની-નાની મૂર્તીઓ કોતળવામાં આવેલી છે. મંદિર સુધી પહોચવા માટે એક પાકો મુખ્ય બ્રિજ છે.જ્યારે બીજી એક કાચી સડક છે. જે ચોમાસા દરમિયાન લગભગ જળમગ્ન થઈ જાય છે.
આજે આ અદ્ભૂત સૌદર્ય ધરાવતુ
સ્થળ સહેલાણીઓ અને છબીકલા રસિકો માટે
આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યુ છે. આજના સમયમાં
અહીંથી ગુજરનાર લોકો બે ઘડી ઉભા રહીને આ
મનોહર દ્રશ્યનુ રસાપાન કરતા જાય છે.
આજના સમયમાં આ સ્થળને સરકારનો
સાથ લઈને સ્થાનિક પ્રશાશન દ્વારા પ્રવાસન સ્થળ
તરીકે વિકસાવવામાં આવી રહ્યુ છે. જેથી તળાવની
સુંદરતામાં વધારો થાય. અને સાથે જ નજીકના
ભવિષ્યમાં સહેલાણીઓ માટે બોટિંગની સુવિધાનો લાભ મળી શકે છે..
કે.લાલ...🖋
#રાણી_તળાવ #ઈડર
6 comments:
nice 👍
Wonderful🤩👍
🙏
🙏
Nice
🙏
Post a Comment