રોશની ફેલાએ.,
તેજકા સર્જન કર.,
અંધકારકો દૂર કરે.,
નયે સંકલ્પોકે સાથ .,
નઈ શરૂઆત કરે.,
તેજોમય બનકર હમ.,
ખુદહીં પ્રકાશ ફેલાયે.,
ખુશીઓકો ફેલાકર હમ.,
આયે નઈ શરૂઆત કરે.,
આયે દીપ જલાયે........(૨)
મિત્રો! આપણે જાણીએ છીએ કે પ્રજા ઉત્સવપ્રિય હોય છે. અને ઉત્સવોનો ઉત્સવ, તહેવારોનો તહેવાર એટલે દીપાવલી. જે ભારતમાં ઉજવાતો સૌથી મોટો તહેવાર છે. જે આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવતો હોય છે. તે વિક્રમ સવંત વર્ષનો છેલ્લો દિવસ છે. માટે પણ તે યાદગાર ઉજવણીનો દિવસ છે.
કથા અનુસાર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ,સીતાજી વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પુનઃ પધાર્યા ત્યારે અયોધ્યા ની પ્રજાએ દીપ જલાવીને તેમનું સ્વાગત કર્યું તેની યાદ માં ઉજવવામાં આવે છે. બીજી માન્યતા મુજબ તે વિક્રમ સવંત નો છેલ્લો દિવસ હોવાથી પણ ઉજવણી કરવામાં આવતી હોય છે.
નવલી નવરાત્રી નું સમાપન થતાંજ આપણી ઉત્સવ પ્રિય પ્રજા દીપોત્સવી ની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. દીપાવલી ની તૈયારીઓ દરેક જણ ધામધૂમથી કરતા હોય છે. દીપાવલી ની તૈયારીમાં લોકો ઘરની સાફ સફાઈ ઉપરાંત ઘરનું સમારકામ, રંગકામ કરાવતા હોય છે.દિવાળીના પર્વ નિમિત્તે બઝારમાંથી ધૂમ ખરીદી કરવામાં આવતી હોય છે.લોકો નવા કપડાં , ફટાકડા અને ઘરના સુશોભનની વસ્તુઓ ની ખરીદી કરતા હોય છે. બઝારમાં અવિરત ખરીદીને કારણે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જેથી વેપારી વર્ગ ને ઘણો જ લાભ થતો હોય છે.
ગુજરાતમાં દીપોત્સવી નો તહેવાર એક અઠવાડિયા સુધી ઉજવવામાં આવતો હોય છે. આ તહેવાર ગુજરાતમાં આસો વદ તેરસ થીજ શરૂ થઈ જાય છે. જેમાં આસો વદ તેરસ ને દિવસને ધનતેરસ કહે છે. આ દિવસે લોકો શ્રી મહાલક્ષ્મી દેવી ની પૂજા ઉપાસના કરતા હોય છે. વેપારી વર્ગ ચોપડાઓ નું પૂજન કરતા હોય છે. આસો વદ ચૌદસ ને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની પૂજા, આરાધના કરવામાં આવતી હોય છે.આ ઉપરાંત આ દિવસે કેટલાક સ્થળે વિશેષ પૂજા અને અનુષ્ઠાન થતા હોય છે. અને આસો વદ પૂનમ નો દિવસ એટલે પ્રકાશનો પર્વ દીપાવલી. અને વિક્રમ સવંત નો છેલ્લો દિવસ.બીજે દિવસે વિક્રમ સવંત ના નવા વર્ષ નો પ્રારંભ થાય છે. તે દિવસે લોકો એકબીજાને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવે છે. વડિલોના આર્શીવાદ મેળવતા હોય છે. નવા વર્ષ ના બીજે દિવસે ભાઈબીજ નો તહેવાર હોય છે. તે દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે.બહેન ભાઈ ને સ્વાદિષ્ટ ભોજન કરાવે છે. ભાઈ બહેનને પોતાની ઈચ્છાશક્તિ અનુસાર ભેટ આપતા હોય છે.અને બહેનના ભાઈને આશીર્વાદ આપતી હોય છે.આમ,દિવાળી એક અઠવાડિયા સુધી ચાલતી હોય છે. વેપારી વર્ગ લાભપાંચમ ના દિવસે પોતાના ધંધા વ્યવસાય ની શરૂઆત કરતા હોય છે.
પરંતુ આ વર્ષે દીપાવલી સજાગતાથી ઉજવવી પડશે કારણ કે કોરોના મહામારીએ માઝા મૂકી છે. જેના કારણે આપણા ઉત્સવો ઉજવવાની રીત ભાત માં પણ બદલાવ આવ્યો છે. તેમ છતાં આપણી ઉત્સવ પ્રિય પ્રજા ઉત્સવોનો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે. આ કોરોનાની માહામારીમાં સરકારની ગાઇડલાઈનું પાલન કરીને તહેવારોની ઉજવણી કરીએ..
મિત્રો! પ્રકાશનો પર્વ અને ખુશીઓનો ઉત્સવ દીપાવલી આપણાં જીવનમાં ખુશીઓ અને પ્રકાશપાથરે એવી શુભકામનાઓ...!
#દીપાવલી #દિવાળી
1 comment:
Happy Diwali!
Post a Comment